મોરબી : મોરબી શહેરમાં અચાનક પલટાયેલા વાતાવરણ અને ભારે પવનના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડથી આગળના મુખ્ય રસ્તા પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભારે પવન ફૂંકાવાને કારણે આ વૃક્ષ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કાર પર અચાનક જ તૂટી પડ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસ હાજર લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એકઠા થયેલા લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ધોરણે કારની અંદર ફસાયેલા ચાલકને સહીસલામત બહાર કાઢ્યો હતો. લોકોની ત્વરિત મદદના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ભારે પવનના કારણે હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TreeFell #WeatherUpdate #MorbiWeather #Samakantha