મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ અને લાગણીઓને વાચા આપવા માટે એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓના વડીલો માટે સન્માન સમારોહ યોજાશે.જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયાના તમામ બ્રહ્મ સમાજના એવા બ્રહ્મ બંધુઓ કે જે વિધવા કે વિધુર હોય અને જેમને 75 વર્ષ તા. 01-04-2026 સુધીમાં પૂર્ણ થતા હોય, તેમજ જે દંપતીઓએ લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા તમામનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જોડાવા માટે ઈચ્છુક લોકોએ આધાર કાર્ડ સાથે તા. 01-04-2026 સુધીમાં નીચે મુજબના હોદ્દેદારોનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સન્માન કાર્યક્રમની તારીખ અને સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે.નોંધણી માટે સંપર્ક સૂત્ર: • બી. કે. લહેરુ (પ્રમુખ, મોરબી): 99132 22283 • રાજુભાઈ ભટ્ટ (ડો.): 76000 06720 • ભૂપતભાઈ પંડ્યા: 98256 71698 • અજયભાઈ રાવલ: 99784 89525 • આર. કે. ભટ્ટ: 99099 58188 • લહેરુલાઈ (વાંકાનેર): 94282 81117 • ટંકારા: 99099 16038 • એન. એન. ભટ્ટ: 98257 56039#Morbi #BrahmanSamaj #MorbiUpdate #SocialNews #RegistrationOpen #MorbiDistrict #CommunityEvent