મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરુવારે સવારે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા બાદ સાંજે ચાર વાગ્યા બાદ ભારે વાવઝોડું ફૂંકાયું હતું.વાવાઝોડાને પગલે લાલપર પેટ્રોલપંપ નજીક મોબાઈલ ટાવર પર ચડવાની સીડી તૂટી પડતા લોકો ઉપર જોખમ સર્જાયું હતું.