મોરબી : મોરબીમાં આજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા અતિભારે પવનને કારણે લખધીરપુર રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીમાં ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડા જેવા તીવ્ર પવનના કારણે ફેક્ટરીના ઊંચા શેડ પર લગાવેલા લોખંડના પતરા કાગળની જેમ હવામાં ઉડીને ફંગોળાયા હતા, જેના કારણે ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે. આ ઘટના સમયે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને સદનસીબે પતરા ઉડતી વખતે કોઈ શ્રમિક કે વ્યક્તિ તેની ઝપેટમાં ન આવતા મોટી જાનહાનિ ટળી છે. મોરબી પંથકમાં ફૂંકાયેલા આ તેજ પવનને લીધે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો મળી રહ્યા છે.#Morbi #MorbiUpdate #CeramicCity #WeatherAlert #GujaratNews #LakhdhirpurRoad #HeavyWind