મોરબી: મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી 21મી માર્ચે સ્કાય મોલ ખાતે સાંજે 'વુમન્સ લીડરશીપ કોન્કલેવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને એક મંચ પર એકત્રિત કરી તેમના સંગઠનોને નવી દિશા અને નવા વિચારો પૂરા પાડવાનો છે.આ કોન્કલેવ અંગે માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા અગ્રણી ધરતીબેન બરાસરાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબીમાં અનેક મહિલા સંસ્થાઓ સક્રિય છે અને સારી કામગીરી કરી રહી છે, પરંતુ તે ઘણીવાર અમુક સ્પર્ધાઓ કે મર્યાદિત પ્રવૃત્તિઓ સુધી સીમિત રહે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ મહિલા સંસ્થાઓને એક જ મંચ અને નેજા હેઠળ લાવીને તેમના વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. જેનાથી મોરબીના વિકાસ માટે મહિલાઓ વધુ સારા કાર્યો કરી શકે અને એકબીજાના વિચારો જાણી શકે.આ અંગે રંજનબેને વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા લીડરશીપ અને અન્ય વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. મહિલાઓ પોતાના મુંઝવતા પ્રશ્નો પણ અહી રજૂ કરી શકશે અને તજજ્ઞો દ્વારા તેનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવશે. આ કાર્યક્રમથી મહિલાઓમાં નેતૃત્વ અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃતતા આવશે.વિશાખાબેને આ પ્લેટફોર્મના ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, જ્યારે આટલી બધી મહિલાઓ એક સાથે મળશે ત્યારે વિચારોના આદાન-પ્રદાનથી તેમની અંદર રહેલી નેતૃત્વ ક્ષમતા (લીડરશીપ ક્વોલિટી) બહાર આવશે. ભવિષ્યની તકોને ઓળખીને તેઓ પોતાના જીવન, પરિવાર અને બાળકોને કઈ રીતે આગળ વધારી શકે તે માટેનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ છે.આમ, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ 'વુમન્સ લીડરશીપ કોન્કલેવ' મોરબીની મહિલાઓને નવી તકો, સક્ષમ નેતૃત્વ અને નવી દિશા પૂરી પાડવામાં એક મહત્વનું પગલું સાબિત થશે.https://youtube.com/shorts/s8f-hSyeGUU?si=daAPQ2BXHnoXrrtZઆ પોગ્રામની વધુ વિગત માટે સંપર્ક : ધરતીબેન - 9825941704#MorbiUpdate #Womens #YoungIndiaGroup #Leadership #Conclave #Empowerment #MorbiNews #WomenEmpowerment #Morbi