મોરબી: મોરબી જિલ્લામાં આજે વાતાવરણમાં આવેલા પલટા બાદ તેજ ગતિએ ફૂંકાયેલા પવને અનેક જગ્યાએ તારાજી સર્જી છે. ખાસ કરીને જાંબુડીયા નજીક આવેલા સિરામિક ઝોનમાં પવનની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક કારખાનાઓના શેડ પરથી પતરા ઉડી જવાના બનાવો સામે આવ્યા છે.આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડીયા ગામ પાસે આવેલા સિરામિક એકમોમાં ભારે પવનને કારણે છત પર લગાવેલા પતરા પત્તાની માફક ઉડી ગયા હતા. અનેક કારખાનાઓની છત ખુલ્લી થઈ ગઈ છે તેમજ સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.#Morbi #MorbiUpdate #CeramicZone #Jambudiya #WindStorm #HeavyWind #FactoryDamage #CeramicIndustry #WeatherUpdate #GujaratNews #LiveMorbi