વાંકાનેર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર (ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ) દ્વારા માર્ચ એન્ડિંગની રજાઓ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષના અંતને ધ્યાનમાં રાખીને આગામી 25 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરના સેક્રેટરી દ્વારા એક સત્તાવાર યાદી જાહેર કરી તમામ દલાલો, વેપારીઓ, વાહન માલિકો તથા ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે, તા. 25-03-2026 બુધવારથી તા. 31-03-2026 મંગળવાર સુધી માર્ચ એન્ડિંગના કારણે યાર્ડમાં રજા રહેશે.યાદીમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રજાના આ દિવસો દરમિયાન કોઈપણ જાતની જણસી યાર્ડમાં ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં, જેની સંબંધિત તમામ લોકોએ ખાસ નોંધ લેવી. જોકે, તા. 31-03-2026 મંગળવારથી જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ માર્કેટ યાર્ડ તા. 01-04-2026 બુધવારથી રાબેતા મુજબ ફરીથી કાર્યરત થશે.#Morbi #MorbiUpdate #Wankaner #WankanerMarketYard #APMCWankaner #MarchEnding #Agriculture #Farmers #GujaratNews #MorbiNews