આરોપી અગાઉ પ્રોહિબિશન અને જીપી એક્ટના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું ખુલ્યુંમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી એક શખ્સને ચોરી કરેલા એક્ટિવા સાથે પકડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સાથે આંટાફેરા કરી રહ્યો છે. જેથી પોલીસે તેને અટકાવીને વાહનના કાગળો માંગતા તેની પાસે કોઈ કાગળો ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈ-ગુજકોપ મારફતે એક્ટિવાના એન્જીન અને ચેસીસ નંબર સર્ચ કરતા આ વાહન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના (ગુ.ર.નં. ૦૪૮૨/૨૦૨૬) નું હોવાનું ખુલ્યું હતું.પોલીસે પકડાયેલા આરોપી દિલીપભાઈ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઈ જાની (ઉ.વ.૨૬, રહે. મોરબી, વીસીપરા રોહીદાસપરા ખાડામાં) ની અટક કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 35,000 ની કિંમતનું સફેદ કલરનું ચોરાઉ એક્ટિવા જપ્ત કર્યું છે. આ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ મોરબી સીટી બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા જીપી એક્ટ કલમ 122(સી) મુજબના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યો છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ, પીએસઆઇ જે.સી. ગોહિલ, એએસઆઇ સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, જયદીપભાઈ ગઢવી, અશ્વિનસિંહ સુર અને રવિભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #MorbiNews #GujaratPolice #StolenVehicleRecovered