માળિયા (મિયાણા) : તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ઘઉં, ચણા અને જીરૂનું વાવેતર મોટા પ્રમાણમાં કરાયું છે. આ ખેતી પાક અત્યારે તૈયાર થઈ ગયો હતો અને ખેડૂતના ખેતરમાં હોય એ જ સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આમ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં ભારે એવી નુકસાની જોવા મળી રહી છે. અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો અને ખેતરમાં બાંધવામાં આવેલા કાચા ઝુંપડાઓ પડી ગયા છે.