મોરબી: મોરબી જિલ્લાના સુન્ની મુસ્લિમ બિરાદરો માટે મોરબી સુન્ની મુસ્લિમ ચાંદ કમિટી દ્વારા ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ની તારીખ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. 19 માર્ચ 2026, ગુરુવારના રોજ ચાંદ ન દેખાતા હવે 21 માર્ચ, શનિવારના રોજ રમજાન ઈદ મનાવવામાં આવશે.મોરબી સુન્ની મુસ્લિમ ચાંદ કમિટીની યાદીમાં જણાવ્યા અનુસાર, 19 માર્ચ 2026, ગુરુવારના રોજ રમજાનનો 29મો ચાંદ મોરબી અને આસપાસના વિસ્તારોમાં નજર આવ્યો ન હતો. આથી, શુક્રવારે 20 માર્ચ 2026 ના રોજ રમજાનનો 30મો રોઝો અને આખર જુમ્મા રહેશે. ત્યારબાદ 21 માર્ચ, શનિવારના રોજ પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.શનિવારે સવારે 8:30 કલાકે જુમ્મા મસ્જિદ (ગ્રીન ચોક) અને સિદ્દીકી મસ્જિદ (સિપાહી મહોલ્લા) ખાતેથી ઈદ-ઉલ-ફિત્રનું જુલૂસ કાઢવામાં આવશે. ત્યારબાદ સવારે 9:30 કલાકે ઈદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવામાં આવશે. નમાઝ બાદ આ જુલૂસ હૈદરી મસ્જિદ હઝરત ઈસ્મતુલ્લાહ શાહ બાવાના આસ્તાના પર પૂર્ણ થશે.આ પવિત્ર અવસરે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોને જુલૂસ અને નમાઝમાં સામેલ થવા મોરબી સુન્ની મુસ્લિમ ચાંદ કમિટી, સૈયદ અબ્દુલરશીદમીયાં હાજી મદનીમીયાં બાપુ કાદરી અલ જીલાની (શહેર ખતીબ, સુન્ની મુસ્લિમ જમાત, મોરબી) અને સૈયદ હાફીઝ હાજી સિકંદરમીયાં હાજી મદનીમીયાં બાપુ કાદરી અલ જીલાની (નાયબ શહેર ખતીબ, સુન્ની મુસ્લિમ જમાત, મોરબી) દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #EidUlFitr #RamzanEid #MuslimSamaj #EidNamaz