દરિયાકાંઠાના નવલખી, વવાણીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદમોરબી : માળિયા મિયાણાના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ ખાબકતા મીઠા ઉદ્યોગમાં ભારે નુકશાની થઈ હોવાનું મરીન સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ જણાવ્યું છે.તેમણે જણાવ્યું છે કે અત્યારે મીઠાની સીઝન શરૂ થઈ છે અને સીઝન શરૂ થતા જ આ માવઠું આવતા ભારે નુકશાની થવાની શક્યતા છે. તૈયાર મીઠું અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું છે. આગામી સમયમાં કેટલો વરસાદ આવે છે તેના પર નુકસાનીનો આંકડો વધશે.દરિયાકાંઠાના નવલખી, વવાણીયા, બગસરા, ભાવપર, વર્ષામેડી અને હરિપર સહિતના ગામોમાં જ્યાં મીઠા ઉદ્યોગ આવેલા છે ત્યાં નુકસાન થયું છે. આ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે.#MaliyaMiyana #MorbiUpdate #MorbiNews #UnseasonalRain #SaltIndustry #Mavthu #Navlakhi #GujaratWeather