મોરબી : આગામી દિવસોમાં યોજાનાર મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ટૂંક સમયમાં આવનારી આ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની એક યાદીમાં જણાવ્યા અનુસાર, આગામી તા. ૨૧-૦૩-૨૦૨૬ ને શનિવારના રોજ કોંગ્રેસ પક્ષના નિરીક્ષક તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી ડો. હેમાંગભાઈ વસાવડા અને દિપેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પણ શિક્ષિત અને યુવા મિત્રો ઉમેદવારી નોંધાવવા માંગતા હોય, તેઓએ પોતાની અરજી સાથે નિયત સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.સેન્સ પ્રક્રિયાનો સમય અને વોર્ડની વિગત નીચે મુજબ છે:વોર્ડ નંબર ૧ થી ૬: સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધીવોર્ડ નંબર ૭ થી ૧૩: બપોરે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધીસ્થળ: મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, પટેલ શોપિંગ સેન્ટર, સુપર માર્કેટની બાજુમાં, બીજા માળે, મોરબી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCongress #MorbiMahanagarPalika #Election2026