વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં આવેલ ભૂરિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે આગામી તા. ૨૦ માર્ચથી ૨૮ માર્ચ, ૨૦૨૬ સુધી રામકથાનું દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના મુખ્ય યજમાન શિરીષભાઈ કાનભાઈ પારેખ પરિવાર છે અને વક્તા તરીકે સતિષભાઈ માધવાચાર્ય ઉપસ્થિત રહી કથામૃતનું રસપાન કરાવશે.આ રામકથાનો પ્રારંભ તા. ૨૦-૩-૨૦૨૬, શુક્રવારના રોજ થશે. બપોરે ૨:૦૦ કલાકે નર્મદેશ્વર મહાદેવ, ભાટિયા સોસાયટીથી પોથીયાત્રા પ્રસ્થાન કરશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. કથાના પૂજન વિધિના આચાર્ય પદે ગોપાલભાઈ પંડ્યા બિરાજમાન રહેશે.કથા દરમિયાન ઉજવાશે વિવિધ પ્રસંગો તા. ૨૧-૩-૨૦૨૬: શિવવિવાહ (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૨-૩-૨૦૨૬: રામજન્મ (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૪-૩-૨૦૨૬: રામવિવાહ (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૫-૩-૨૦૨૬: ભરત-મિલાપ (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૬-૩-૨૦૨૬: શબરી ચરિત્ર (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૭-૩-૨૦૨૬: રામેશ્વર પૂજન (સાંજે ૬:૦૦ વાગ્યે) તા. ૨૮-૩-૨૦૨૬: રામ રાજ્યાભિષેક (સાંજે ૬:૦૦ વાગ્યે) આ ઉપરાંત કથાના અંતિમ દિવસે તા. ૨૮મીએ સવારે ૮:૦૦ કલાકે વિષ્ણુયાગ અને સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.ભક્તિ અને ધર્મના આ માર્ગે પધારી કથા શ્રવણ કરવા તેમજ મનના ઉદ્વેગો શાંત કરવા ભૂરિયા હનુમાન મંદિર પરિવાર અને સમસ્ત સેવકગણ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Wankaner #Ramkatha #WankanerNews #MorbiUpdate #BhuriyaHanumanMandir #GujaratNews