ઉભેલી રીક્ષાને આઈસર ચાલકે ટક્કર મારતા પરિવારના ૪ સભ્યોને પહોંચી હતી ઈજાટંકારા : ટંકારાના જબલપુર પાટીયા પાસે તાજેતરમાં સર્જાયેલા એક અકસ્માતમાં ગંભીર રિતે ઘવાયેલા ૯ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી રાજકોટ રોડ પર જબલપુર ગામના પાટીયા પાસે ગત તા.10ના રોજ સંજયભાઇ ગંગારામભાઇ ઉઘરેજાની અતુલ શક્તિ રીક્ષા (GJ-12-AY-1470) સાઈડમાં ઉભી હતી. ત્યારે પૂરપાટ આવતા આઇસર (GJ-07-YY-5025) ના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૯ વર્ષના બાળક હરીને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો લીલાબેન, જયશ્રીબેન અને હકાભાઇને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.#Tankara #Accident #MorbiNews #TankaraPolice #FatalAccident