મોરબી : મોરબીના લગધીરપુર રોડ પર ફેસ સિરામિક ફેક્ટરીની બાજુમાં ગત તા.16ના રોજ ટ્રેકટર પર ચડી ઇલેક્ટ્રિક વાયર રીપેર કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પટકાતા મૂળ રાજસ્થાનના બ્યાવરના વતની અને હાલ લક્ષ્મીનગર ખાતે રહેતા કૈલાશ બાબુસિંહ રાવત ઉ.24 નામના શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.