વાંકાનેર : આગામી દિવસોમાં કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માવઠાની આગાહીને પગલે ખેડૂતો અને વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં જગ્યાના અભાવે અને વરસાદની શક્યતાને કારણે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘઉંની ઉતરાઈ સદંતર બંધ કરવામાં આવી છે.વાંકાનેર એપીએમસી દ્વારા ખેડૂતો, દલાલો અને વાહનમાલિકોને જાણ કરવામાં આવી છે કે, તારીખ ૧૮/૦૩/૨૦૨૬ થી ૨૧/૦૩/૨૦૨૬ સુધી માવઠું પડવાની શક્યતા છે. આથી યાર્ડમાં ઘઉંની ઉતરાઈ બંધ રહેશે. જ્યારે અન્ય તમામ જણસીઓની ઉતરાઈ રાત્રે ૯:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જો શેડમાં જગ્યા ન હોય તો વાહનને તાડપત્રી ઢાંકીને ઉભું રાખવાનું રહેશે.આ ઉપરાંત, યાર્ડ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, ખેડૂતો અને વાહનમાલિકોએ પ્લાસ્ટિક કાગળ અને તાડપત્રી ઢાંકીને જ માલ લાવવો. તેમજ વેપારીઓને પોતાનો માલ સત્વરે પોતાના ગોડાઉનમાં લઈ લેવા પણ જણાવવામાં આવ્યું છે જેથી વરસાદના કારણે ખેતપેદાશોને નુકસાન ન થાય.#Wankaner #WankanerAPMC #UnseasonalRain #MorbiUpdate #MorbiNews #Farmers #Mavthu #GujaratWeather