ગણિત-વિજ્ઞાનમાં માર્કસ ગુમાવનાર વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનમાં રિકવરીની તક: વિનયભાઈ ગૌસ્વામી મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિષય શિક્ષક વિનયભાઈ ગૌસ્વામીના એનાલિસિસ મુજબ, આજનું પેપર સરેરાશ 95 ટકા જેટલું સરળ રહ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.વિભાગ મુજબ એનાલિસિસ:વિભાગ-A અને B : આ બંને વિભાગ એકદમ સરળ રહ્યા હતા. જોકે, બે માર્કસના અમુક પ્રશ્નો વિદ્યાર્થીઓને થોડા અઘરા લાગ્યા હોઈ શકે છે, પરંતુ જનરલ ઓપ્શન હોવાથી તે સરળતાથી નીકળી શકે તેમ હતા. વિભાગ-C : આ વિભાગમાં મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત અને સરળ હતા, માત્ર એક પ્રશ્ન થોડો વિચાર માંગી લે તેવો પુછાયો હતો.વિભાગ-D : આ વિભાગમાં એક પ્રશ્ન બ્લુ પ્રિન્ટની વિરુદ્ધ પૂછાયો હતો, તેમ છતાં તે પ્રમાણમાં સરળ હોવાથી વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડી ન હતી. સમગ્ર પેપરમાં વિભાગ-C અને D માં કુલ મળીને અંદાજે સાત માર્કસનું પૂછાયેલું બ્લુ પ્રિન્ટ કરતા અલગ રહ્યું હતું. આ ઉપરાંત, ગત વર્ષની સરખામણીએ પેપર સરળ હતું પરંતુ લખવામાં થોડું લેન્ધી (લાંબુ) જણાતું હતું.નકશો અને સ્કોરિંગની તક:વિદ્યાર્થીઓ માટે નકશો બ્લુ પ્રિન્ટ મુજબ અને અત્યંત સરળ પૂછાયો હતો. જે વિદ્યાર્થીઓને અગાઉ ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજીના પેપર અઘરા લાગ્યા હોય, તેમના માટે સામાજિક વિજ્ઞાનનું પેપર માર્કસ કવર કરવા માટે સુવર્ણ તક સમાન સાબિત થશે. #Morbi #MorbiUpdate #BoardExam2026 #SocialScience #PaperAnalysis #GSEB #StudentLife #EducationNews