મોરબી: મોરબીમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. ખાસ કરીને હજારોની સંખ્યામાં સીગલ પક્ષીઓ મોરબીના આંગણે મહેમાન બનીને આવતા હોય છે. ત્યારે હવે ગરમીની શરૂઆત થતા આ પક્ષીઓએ હવે ધીરે-ધીરે વિદાય લેવાનું શરૂ કર્યું છે.આ સીગલ પક્ષીઓના જમાવડાને કારણે કલરવથી વાતાવરણ જીવંત બની જતું હતું. પરંતુ હવે બદલાતી ઋતુ સાથે આ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને તેઓ પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે. પક્ષી પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા આ પક્ષીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હોય છે. શિયાળાની મજા માણવા આવતા આ પક્ષીઓ હવે મોરબીમાંથી વિદાય લઈ રહ્યા છે, જેને પગલે પક્ષી પ્રેમીઓમાં પણ થોડી નિરાશા જોવા મળી રહી છે. આવતા વર્ષે ફરીથી આ મહેમાનો મોરબીના આંગણે આવશે તેની અત્યારથી રાહ જોવાઈ રહી છે. #Morbi #MorbiUpdate #BirdWatchers #Seagull #WinterBirds #Nature #Wildlife #GujaratNews