ટંકારા : મોરબી જિલ્લામાં પરપ્રાંતીયને મકાન, દુકાન અને શેડ ભાડે આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ પોલીસને જાણ કરવી ફરજિયાત હોવા છતાં ટંકારાના પ્રભુનગરમાં મકાન ધરાવતા મહેશભાઈ બાબુભાઇ ખીંટ રહે.વવાણીયા ગામ વાળાઓએ પરપ્રાંતીયને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરતા ટંકારા પોલીસે મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.