ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે 17 હજાર કિમીની પદયાત્રા કરશેહળવદ: ભીલવાડાથી ગૌમાતાના સંરક્ષણ અને તેને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો અપાવવાના પવિત્ર સંકલ્પ સાથે 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની પદયાત્રા પર નીકળેલા શક્તિસિંહનું હળવદ શહેરમાં આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા આશરે 16 થી 17 હજાર કિલોમીટર જેટલી લાંબી છે, જેમાં શક્તિ સિંહ દ્વારા દેશભરમાં ગૌ સંરક્ષણ અને ગૌમાતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. યાત્રાના 715માં દિવસે તેઓ સોમનાથ અને દ્વારકાના દર્શન કરી ઉજ્જૈન તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન હળવદ આવી પહોંચતા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમની આ લાંબી યાત્રા દરમિયાન અનેક સ્થળોએ લોકોએ ઉત્સાહપૂર્વક આવકાર આપી અભિનંદન પાઠવ્યા છે.હળવદ ખાતે તેમના આગમન પ્રસંગે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક આગેવાનો, ગૌભક્તો અને યુવાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ શક્તિ સિંહના આ પવિત્ર અભિયાનને બિરદાવ્યું હતું અને તેમની હિંમત તથા સમર્પણની પ્રશંસા કરી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે જનઆંદોલન ઊભું કરવાનો છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને ગૌસેવકો દ્વારા શક્તિ સિંહને શુભેચ્છાઓ પાઠવી તેમની યાત્રા સફળ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.#MorbiUpdate #Halvad #GauSeva #Padyatra #ShaktiSingh #GauMata #RashtraMata #ReligiousNews #GujaratNews