સાત મહિના પૂર્વેના બનાવમાં ચાર વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદમોરબી : મોરબી શહેરના કામધેનુ પાર્ટી પ્લોટ સામે રહેતા વેપારી સાથે ટેલિગ્રામ ચેનલ થકી સંપર્ક કરી શેરબજારમાં કમાણી કરાવી આપવાની લાલચ આપી ચાર ઈસમોએ શેરબજારમાં ટ્રેડિંગ થકી રૂ.1.11 કરોડનો નફો થયો હોવાનું કહી બાદમાં ટેક્સ, ચાર્જ અને કમિશન સહિતના રૂ.50.14 લાખ જમા કરાવી ઠગાઈ કરતા બનાવ અંગે સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે સીતારામ પેલેસમાં રહેતા ફરિયાદી જતીન ચતુરભાઈ કુંડારીયા ઉ.43 નામના યુવકે સાયબરક્રાઇમ પોલીસ મથકમાં આરોપી કેલી@8143 નામના ટેલિગ્રામ યુઝર, સમીર ગુપ્તા, કસ્ટમર મેનેજર આઇડી ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત ઓગસ્ટ 2025થી લઈ નવેમ્બર 2025 દરમિયાન આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે શેરબજારમાં ટ્રેડિંગ કરી ઉંચો નફો કમાવવાની લાલચ આપી હતી.બાદમાં ટ્રેડિંગ થકી રૂપિયા 1,11,99,751નો નફો થયો હોવાનું જણાવી નફાની રકમ મેળવવા માટે કમિશન, ટેક્સ, ડોક્યુમેન્ટ ચાર્જ સહિતના રૂ.50,14,603 અલગ અલગ સમયે બેન્ક, યુપીઆઈથી મેળવી લઈ રૂપિયા આજદીન સુધી પરત નહિ કરી છેતરપિંડી કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.