બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી માટે 201 ટીમો મેદાનમાં ઉતરી : રૂ. 2.65 કરોડની વસૂલાતમોરબી: પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે શરૂ કરવામાં આવેલી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત મોરબી સર્કલમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 17 માર્ચના રોજ પીજીવીસીએલની 201 જેટલી ટીમોએ મેદાનમાં ઉતરીને બાકી બિલ નહિ ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લીધા છે.આ મેગા ડ્રાઈવ દરમિયાન પીજીવીસીએલની ટીમો દ્વારા સમગ્ર મોરબી સર્કલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાંબા સમયથી વીજ બિલ નહિ ભરનાર 940 જેટલા ગ્રાહકોના વીજ જોડાણ (કનેક્શન) કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ કડક કાર્યવાહીના પરિણામે તંત્ર દ્વારા બાકી બિલ પેટે રૂપિયા 2.65 કરોડની માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ દ્વારા અગાઉથી જ ગ્રાહકોને બિલ ભરવા માટે પૂરતો સમય અને રવિવારે પણ કચેરીઓ ખુલ્લી રાખીને તક આપવામાં આવી હતી. #MorbiUpdate #Morbi #PGVCL #MegaDisconnectionDrive #ElectricityBill #GujaratNews #MorbiNews