મોરબી : વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનો અને દીકરીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી દર સપ્તાહે નિઃશુલ્ક ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત રવિવારે નીલકંઠ વિદ્યાલય ખાતે સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી ભાગ-૨' બતાવવામાં આવી હતી.આ ફિલ્મ નિહાળવા માટે આશરે ૨૯૦ જેટલા બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ પૂર્ણ થયા બાદ દુર્ગાવાહિનીના બહેનો દ્વારા ઉપસ્થિત તમામ બહેનો અને દીકરીઓને લવ જેહાદને અનુલક્ષીને વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા ખૂબ જ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વધુને વધુ બહેનો તથા દીકરીઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવીને તેમનામાં જાગૃતિ લાવવાના સઘન પ્રયાસો કરવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #VHP #Durgavahini #Matrushakti #AwarenessProgram #NeelkanthVidyalaya #MorbiNews