ગેસની અછત અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિને પગલે સિરામિક એસોસિએશનની મિટિંગમાં લેવાયો મહત્વનો નિર્ણયમોરબી : મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનની ઓફિસ ખાતે આયોજિત મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે કે મોરબીના તમામ સિરામિક એકમોમાં આગામી તા. 15 એપ્રિલ સુધી વેકેશન રહેશે.પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સિરામિક ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને ગેસના અભાવે અને અછતના કારણે અંદાજે 430થી વધુ જેટલા સિરામિક એકમો તો અગાઉથી જ બંધ થઈ ગયા હતા. હવે સ્થિતિ વધુ વિકટ બનતા એસોસિએશને બાકીના ચાલુ એકમો પણ તા. 15 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં જેમને એકમ બંધ કરવા હોય તેઓ સ્વેચ્છાએ એકમ બંધ કરતા જશે. એકમો સામૂહિક રીતે 15 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. બીજી તરફ સેનેટરી વેરના 150 યુનિટ ચાલુ જ રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વેકેશન દરમિયાન વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ શાંત પડે તેવી ઉદ્યોગકારો દ્વારા આશા સેવાઈ રહી છે. જો યુદ્ધની સ્થિતિ કાબુમાં આવશે તો ગેસની સ્થિતિ પણ સામાન્ય બની જશે. આ ઉપરાંત, એવી પણ શક્યતા છે કે આવનારા સમયમાં ગલ્ફના દેશોમાં સિરામિક પ્રોડક્ટ્સની નવી ડિમાન્ડ નીકળશે, જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફરીથી ધમધમતો કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiCeramic #CeramicAssociation #BusinessNews #GujaratNews #MorbiNews