રૂપિયા 1.30 કરોડના ખર્ચે પુલના સ્પાન, જોઈન્ટ, રબ્બર બદલવા સહિતની કામગીરી કરાઈએક મહિના કરતા વધુ સમયથી બંધ પુલ પુનઃ શરૂ થવાથી ટ્રાફિક સમસ્યા હળવી થશેમોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતો પાડાપુલ નબળો પડી જતા તા.12મી ફેબ્રુઆરીથી રિપેરીંગ શરૂ કરવામાં આવ્યા બાદ હાલ રિપેરીંગ પૂર્ણ થઈ જતાં આજે તારીખ 17 માર્ચે સવારે 11 વાગ્યાથી પુલ ફરી રાબેતા મુજબ વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. થોડું કામ બાકી છે તે રાત્રિના સમયે કરવામાં આવશે. આમ 33 દિવસ બાદ પાડા પુલ ખુલ્લો મૂકાતા વાહનચાલકોને મોટી રાહત થઈ છે.મોરબી શહેરના ધોરી નસ સમાન સામાકાંઠા વિસ્તાર તેમજ હળવદ, માળિયા, વાંકાનેર સહિતના હાઇવે પર જવા માટેનો પાડાપુલ નબળો પડી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત તા.12 ફેબ્રુઆરીથી પુલ બંધ કરી સ્પાન, જોઈન્ટ, બેરિંગ બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુલ બંધ થવાને કારણે એસટી બસ અને ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધી કરી બાયપાસ પર ચલાવવામાં આવતા હતા. જો કે હવે કામગીરી પૂર્ણ થઈ જતાં આજથી પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. સફાઈના અભાવે વાહનચાલકો પરેશાન આજે પાડા પુલ ખુલ્લો મુકાયો પરંતુ ડામરની ઉપર નાખવામાં આવેલા લાઈમ સ્ટોન પાઉડરની યોગ્ય સફાઈ ન કરવામાં આવતા પાઉડર ઉડ્યો હતો જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી સોલંકીએ જણાવ્યું હતું કે, પાડાપુલ રીપેરીંગની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. નાનું-મોટું કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે કરવામાં આવશે. પુલમાં 50 મીમીને બદલે 90 મીમીના રબ્બર નંખાયામોરબીના પાડાપુલનું 1.30 કરોડના ખર્ચે રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પુલના નીચેના ભાગે અગાઉ 50 મીમીના રબ્બર નાખવામાં આવ્યા હતા તે બદલી હાલમાં 90 મીમીના રબ્બર નાખવામાં આવતા પુલની ઉચ્ચાઈમાં પણ થોડો વધારો થયો હોવાનું માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું.