અગાઉ દસ દિવસ પૂર્વે બગસરા ગામે પણ નીલગાયનો શિકાર થયો હતો, શિકારની વધતી ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષમોરબી : માળિયા મિયાણા તાલુકાના માણાબા ગામે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નીલગાય (રોઝ) નો શિકાર કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અબોલ જીવની હત્યાને પગલે સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓની લાગણી ભારે દુભાઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે હરકતમાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, માળિયા પંથકમાં શિકારી તત્વો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ દશેક દિવસ પૂર્વે પણ માળિયા તાલુકાના જ બગસરા ગામે નીલગાયનો ઘાતકી શિકાર થયો હતો. તે સમયે મળી આવેલા નીલગાયના મૃતદેહ પર બંદૂકની ગોળીના નિશાન અને ગળાના ભાગે છરીના ઘા સ્પષ્ટ જોવા મળ્યા હતા.ટૂંકા ગાળામાં જ તાલુકામાં શિકારની આ બીજી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. વન વિભાગ દ્વારા સત્વરે આ શિકારીઓને ઝડપી પાડીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#Morbi #Maliya #Manaba #Nilgai #ForestDepartment #MorbiUpdate #CrimeNews #WildlifeProtection #Bagasara #MorbiNews