મોરબી : ભારતીય સંસ્કૃતિમાં પરિવારના વડીલોની સેવા કરવી અને તેમના સ્વર્ગવાસ પછી તેમના આત્માની શાંતિ માટે તેમના નામે દાન-પુણ્ય કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા ખૂબ જાણીતી છે. આ જ સંસ્કારો અને પરંપરાને મોરબીના રવાપર ગામના કાસુન્દ્રા પરિવારે જાળવી રાખી છે.રવાપરના વતની, જાણીતા ઉદ્યોગપતિ, રાજકીય-સામાજિક અગ્રણી અને રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રા તેમજ તેમના ભાઈ હસમુખભાઈના પરિવારજનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના સ્વ. પિતા વસ્તાભાઈ ડાયાભાઈ કાસુન્દ્રાની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું. કાસુન્દ્રા પરિવારે માનવ સેવા મંદિરના વડીલોને ભાવતા ભોજન જમાડી તેમનો જઠરાગ્નિ ઠારવા સાથે સ્વ. પિતાજીની ભાવવંદના કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.#Morbi #MorbiUpdate #Ravapar #Tribute #SocialWork #ManavSevaMandir #MorbiNews