મોરબી : મોરબી ઝોનમાં લેવાયેલી એચ.એસ.સી. (ધોરણ ૧૨) પરીક્ષા ૨૦૨૬ અંતર્ગત આજે નામાના મૂળતત્વો વિષયની પરીક્ષામાં બંને માધ્યમ મળીને કુલ ૧૯ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.આજે તારીખ ૧૭-૦૩-૨૦૨૬ ના રોજ લેવાયેલી નામાના મૂળતત્વો - ૧૫૪ વિષયની પરીક્ષાની હાજર-ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમ: કુલ ૪૬૨૩ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૪૬૦૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ૧૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી માધ્યમ: કુલ ૨૨૩ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૨૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માત્ર ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આમ, મોરબી ઝોનમાં બંને માધ્યમો મળીને કુલ ૪૮૪૬ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૪૮૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ ૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોવાની માહિતી એચ.એસ.સી. ઝોન-મોરબીના ઝોનલ અધિકારી દ્વારા આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #HSCExam2026 #MorbiEducation #GujaratBoard #ExamUpdate