હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે પોલીસે બાતમીને આધારે આરોપી વનરાજભાઈ શિહોરા અને આરોપી કરણ વનરાજભાઈ શિહોરાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મીલી માપની 26 બોટલ કિંમત રૂપિયા 2600 મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુંન્હો દાખલ કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બન્ને આરોપીઓ હાજર નહિ મળી આવતા આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.