મોરબી: મોરબીના ઋષભનગર અને સોઓરડી વિસ્તારની વસ્તી દ્વારા કાલે બુધવારે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા અને સંસ્કારના ઉજાસ સાથે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવશે.આ સંમેલનમાં મુખ્યત્વે 'પંચ પરિવર્તન' એટલે કે સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે. 'હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કો નહિ સહે' ના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિસ્તારના તમામ લોકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગત: • તારીખ: 18/03/2026, બુધવાર • સમય: રાત્રે 09:00 વાગ્યે • સ્થળ: મિલનપાર્ક સોસાયટી, સાર્વજનિક પ્લોટ, મોરબીઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #HinduSammelan #SocialHarmony #PanchParivartan #MorbiNews #EventInMorbi #