મોરબી: વર્તમાન સમયમાં દીકરીઓ અને યુવતીઓ સુરક્ષિત, સજાગ અને સશક્ત બને તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ ઉમદા ભાવનાને કેન્દ્રમાં રાખીને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આગામી 17 માર્ચના રોજ 25 વર્ષથી નાની દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ અને નિઃશુલ્ક પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજન પાછળનો મુખ્ય હેતુ:આ ફિલ્મ પ્રદર્શનનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી, પરંતુ યુવા પેઢીમાં જાગૃતિ લાવવાનો છે. સમાજ સામે ઉભા થતા સંવેદનશીલ પ્રશ્નો અને વાસ્તવિકતાઓ વિશે દીકરીઓ વિચારે, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહે અને સાચું-ખોટું ઓળખવાની સમજ કેળવે તેવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર અને સહભાગી:આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના મનોજભાઈ એરવાડિયા (પ્રમુખ, વિટ્રીફાઇલ્ડ એસોસીયન-મોરબી), જયદીપભાઈ દેત્રોજા (ભાજપ અગ્રણી), અનિલભાઈ વરમોરા (પાટીદાર સમાજ અગ્રણી), કેતનભાઈ વિલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા), પી.ડી. કાંજીયા (નવયુગ સ્કૂલ) તેમજ આર્યવ્રત કૉલેજ-મોરબીનો સહયોગ રહ્યો છે.ફિલ્મ શો ના સમયની વિગત:આ અર્થપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત 17 માર્ચના રોજ એક જ દિવસમાં અલગ અલગ સમયે શોનું આયોજન કરવામાં આવ્યું છે: • બપોરે 03:00 વાગે • સાંજે 06:00 વાગે • રાત્રે 09:00 વાગેરજીસ્ટ્રેશન માટેની સૂચના:આ મુવી પ્રદર્શન માત્ર 25 વર્ષથી નાની દીકરીઓ માટે જ રાખવામાં આવ્યું છે. જે દીકરીઓએ આ ફિલ્મ નિહાળવી હોય તેમણે 95124 10064 અથવા 96876 25100 મોબાઈલ નંબર પર સંપર્ક કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમનો લાભ લેવા મોરબીની યુવા દીકરીઓને અપીલ કરવામાં આવી છે.#Morbi #TheKerala Story2 #WomenEmpowerment #SocialAwareness #MorbiUpdate #YouthAwareness #FreeMovieShow #MorbiEvents #GirlsSafety