1076માં જન્મોત્સવ નિમિત્તે ધ્વજારોહણ, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મોરબી: મોરબીના સમસ્ત સિંધી સમાજ દ્વારા આગામી શુક્રવાર, 20 માર્ચના રોજ ચેટીચંડ (ચૈત્ર સુદ ૨) ના શુભ દિવસે 1076 મો ઝૂલેલાલ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે સવારથી રાત સુધી ભક્તિસભર કાર્યક્રમોની વણઝાર યોજાશે.કાર્યક્રમની રૂપરેખા: ઝૂલેલાલ મહોત્સવના કાર્યક્રમ અનુસંધાને, 20 માર્ચને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. • ધ્વજારોહણ: સવારે 7:30 કલાકે• પૂજા વિધિ: સવારે 09:00 કલાકે• આરતી: સવારે 11:00 કલાકે• મહાપ્રસાદ : બપોરે 12:30 કલાકે (આયોજન સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે)• શોભાયાત્રા : સાંજે 04:30 કલાકે (સિંધુ ભવનથી પ્રસ્થાન)• મહાઆરતી: 08:30 કલાકે (નહેરૂ ગેઇટ ચોક ખાતે)સહ પરિવાર જોડાવા અપીલસિંધી સમાજ દ્વારા સર્વે સાધ સંગતને સહ પરિવાર હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. વધુમાં શોભાયાત્રાની શોભા વધારવા માટે બપોરે 02:00 કલાકથી તમામ વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ રાખી મહોત્સવમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે પાર્કિંગની સુવિધા રેલ્વે સ્ટેશનમાં રાખવામાં આવી છે.#Morbi #SindhiSamaj #ZulelalJanmotsav #Chetichand #MorbiUpdate #Festival #ReligiousEvent #ShobhaYatra #