બી ડિવિઝન પોલીસે રૂ.22,100 રોકડા કબ્જે કર્યામોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આંનદનગરમાં રહેણાંક મકાનમાં જુગારધામ શરૂ થયાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત છ આરોપીઓને રોકડા રૂપિયા 22,100 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના આંનદનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર આરોપી ઇન્દ્રજીતસિંહ નવલસિંહ જાડેજા પોતાના ઘરમાં જુગાર રમાડે છે. જે બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાં જુગાર રમતા આરોપી (1) ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, રહે,આનંદ નગર (2) રાજેશભાઇ સુખરામભાઇ સોનારથી રહે, રામેશ્વર મંદિર પાસે હાઉસીંગ બોર્ડ, મોરબી (3) સંગીતાબેન કરશનભાઇ કાથરાણી, રહે,ગામ વાધરવા, તા.માળીયા (4) રીનાબેન કેયુરભાઇ મકવાણા, રહે, મોરબી, ટી.કે.હોટેલ પાસે (5) સમાબેન સફિભાઇ જીદાણી, રહે,મોરબી વાવડી રોડ, કે.જી.એન. પાર્ક અને (6) જોસનાબેન હિમંતભાઇ ચુડાસમા રહે,આનંદનગર વાળા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 22,100 કબ્જે કરી જુગારધારા 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.