મોરબી : અમદાવાદ ખાતે યોજાયેલા હિન્દુ મહાસંમેલનમાં મોરબીના વતની અને ગુજરાત સરકારના પૂર્વ અધિકારી મહેશ મુગટલાલ ઠાકરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.મહેશ મુગટલાલ ઠાકરે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ૩૫ વર્ષ સુધી સુદીર્ઘ ફરજ બજાવી હતી. તેમની ફરજ કાળ દરમિયાન એક ઐતિહાસિક કાર્ય સિદ્ધ થયું હતું, જેમાં નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે સુરજબારી બ્રિજ ઉપરથી પસાર કરીને સમગ્ર કચ્છ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૩માં જ્યારે આ મહત્વકાંક્ષી યોજનાનું ઉદ્ઘાટન થયું, ત્યારે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના અને તેની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.પાણી પુરવઠા વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેમની કામગીરી અને અનુભવની કદર રૂપે ગુજરાત સરકારે તેમની વધુ પાંચ વર્ષ માટે સેવા લીધી હતી. આ સમયગાળા દરમિયાન પણ તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓને સફળતાપૂર્વક સાકાર કરી હતી. અમદાવાદના ધારાસભ્ય અમીતભાઈ ઠાકર દ્વારા તેમની આ શાનદાર અને લોકઉપયોગી કારકિર્દીને ખાસ બિરદાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Ahmedabad #HinduMahasammelan #WaterSupplyDepartment #GujaratGovt #Kutch #Saurashtra #NarmadaProject