ગાંધી ચોકની દુકાન અને શક્તિપ્લોટના મકાનમાં આગ લાગીમોરબી: મોરબીમાં ગઈકાલે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો બન્યા હતા. શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલી એક દુકાન અને શક્તિપ્લોટમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.મોરબી ફાયર કંટ્રોલરૂમ 101 પર ગઈકાલે આગ લાગવાના બે કોલ મળ્યા હતા. પ્રથમ બનાવમાં સાંજે 05:56 વાગ્યે ડો. તક્ષસિંહજી રોડ પર ગાંધી ચોકની બાજુમાં આવેલા યદુનંદન ચેમ્બરમાં એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.જ્યારે બીજી ઘટના રાત્રિના સમયે બની હતી. રાત્રે 09:56 વાગ્યે શહેરના શક્તિપ્લોટ શેરી નંબર 12 માં મહેશ હોટેલની સામેની શેરીમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મકાનમાં રહેલા એક્ઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી.સદનસીબે, આ બંને ઘટનાઓમાં સમયસર કામગીરી થતા કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે બંને સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.#Morbi #FireBreakout #MorbiNews #FireBrigade #Accident #GujaratNews #MorbiUpdate