20 વર્ષથી વાડી વાવતા શ્રમિકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા ફરિયાદહળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં 20 વર્ષથી ભાગીયા તરીકે કામ કરી વાડી વાવતા નર્મદા જિલ્લાના વતની મુકેશભાઈ કાંતિભાઈ ભીલ ઉ.44 સુખદેવભાઈ લાલજીભાઇ પટેલની વાડી વાવતા હોય જે આરોપી કરશનભાઇ લાલજીભાઇ પટેલને સારું નહિ લાગતા અવાર નવાર મુકેશભાઈને વાડી છોડી જતા રહેવા ધમકી આપતો હતો. જેમાં ગત તા.13ના રોજ આરોપી કરશનભાઇ લાલજીભાઇ પટેલે સાંજના સમયે આવી તું કે હજુ નથી ગયો કહી પોતાની ક્રેટા ગાડી મુકેશભાઈ પર ચડાવી પથ્થરના ઘા ઝીકી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ઘટના અંગે હળવદ પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.