મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ પ્રકાશ સોસાયટીમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા મામલે બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપવાનું શરૂ કરતાં બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબી શહેરના લીલાપર રોડ પર રહેતા હરેશભાઇ માવજીભાઈ જાદવ ઉ.46 નામના શ્રમિક યુવાને ત્રણ વર્ષ પૂર્વે આરોપી મહેશ ધનજી જાદવ અને આરોપી ધનજી દેવજી જાદવ રહે.સો ઓરડી વાળા પાસેથી 5 ટકા વ્યાજે 65 હજાર રૂપિયા લઈ બાદમાં 50 હજાર વ્યાજ ચૂકવ્યું હોવા છતાં બન્ને ઈસમો અવાર નવાર રૂબરૂ તેમજ ફોનમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય બન્ને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધારની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.