મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપ સામે આવેલ નવઘણભાઈના ઝૂંપડા પાસે ગત તા.1 માર્ચના રોજ લવજી ઉર્ફે રવજી સવજીભાઈ વાજેલીયા ઉ.7 નામના બાળકને ઇલેક્ટ્રિક પોલમાંથી શોક લાગતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.