મોરબી અપડેટ : સ્વામિનારાયણ સમર્પિત સત્સંગ સમાજ - મોરબી દ્વારા 28 માર્ચ 2026 થી 3 એપ્રિલ 2026 સુધી રામેશ્વર પાર્ટી પ્લોટ (રવાપર-ઘુનડા રોડ) ખાતે 426 મી સત્સંગિજીવન કથા અને 245 મા હરિ પ્રાગટ્ય મહોત્સવ તથા ઘરસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સરધારધામ નિવાસી પૂ. સ. ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના વ્યાસાસને કથામૃતનું રસપાન કરાવવામાં આવશે. મહોત્સવના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા:- પોથીયાત્રા: 28-03-2026, શનિવારના રોજ સાંજે 7:00 કલાકે શૈલેષભાઇ ગોવિંદભાઈ વિડજાના નિવાસસ્થાનેથી (વેલકમ પ્રાઇડ, એફ-903, રવાપર-ઘુનડા રોડ) નીકળશે. - કથા પ્રારંભ અને દિપ પ્રાગટ્ય: 28-03-2026, શનિવારે રાત્રે 8:30 કલાકે. - હરિ પ્રાગટ્યોત્સવ (245 મો): 29-03-2026, રવિવારે રાત્રે 10:10 કલાકે. - ગાદી પટ્ટાભિષેક મહોત્સવ: 31-03-2026, મંગળવારે રાત્રે 10:30 કલાકે. - હનુમાન જન્મોત્સવ: 02-04-2026, ગુરૂવારે રાત્રે 10:30 કલાકે. - કથા પુર્ણાહુતિ: 03-04-2026, શુક્રવાર. આ ઉપરાંત મહોત્સવમાં 21 કુંડી હોમાત્મક મહાપુજા એવં મારૂતીયાગ, ફુલ દોલોત્સવ, અમિત સોલંકીનો મેજીક શો, અન્નકુટ મહોત્સવ, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રકતદાન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. હોમાત્મક મહાપુજા અને મારૂતિ યાગ:02-04-2026, ગુરૂવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે 21 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેના આચાર્ય પદે શાસ્ત્રી રાજેશકુમાર એમ. શુકલા બિરાજશે. મુખ્ય યજ્ઞકુંડ માટે 5100 રૂપિયા (ફક્ત ભાઈઓ માટે) અને અન્ય યજ્ઞકુંડ માટે 2100 રૂપિયા (ભાઈઓ-બહેનો અને સજોડે) ન્યોછાવર રખાયેલ છે. યજ્ઞમાં બેસનાર માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. નામ નોંધાવવા હરેશભાઈ (98251 70700) અને યોગેશભાઇ (93765 56356) નો સંપર્ક કરી શકાશે. સંતોની પાવન ઉપસ્થિતિ:પ્રેમપ્રકાશદાસજી સ્વામી, સત્યપ્રકાશદાસજી સ્વામી, રામકૃષ્ણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી, નારાયણસ્વરૂપદાસજી સ્વામી, પુર્ણપ્રકાશદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી, રાધારમણદાસજી સ્વામી, વિરકતસ્વરૂપ સ્વામી, પૂર્ણસ્વરૂપદાસજી સ્વામી, બાલમુકુંદ સ્વામી, મહાપુરૂષદાસજી સ્વામી, સત્સંગસાગરદાસજી સ્વામી, શ્રીરંગદાસજી સ્વામી, મુકુંદદાસજી સ્વામી અને સાધુજીવનદાસજી સ્વામી પધારી આશીર્વચન પાઠવશે.સ્વામિનારાયણ સમર્પિત સત્સંગ સમાજ દ્વારા તમામ ભક્તોને પધારવા અનુરોધ કરાયો છે. #MorbiUpdate #Morbi #SwaminarayanMahotsav #SatsangijivanKatha #HariPragatya #MarutiYag #MorbiNews #Gujarat