તસ્કરોએ કોપર વાયરની ચોરી કરી ઓગળી નાંખ્યો, તાલુકા પોલીસે 54 કિલો વાયર કબ્જે કર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે સાતેક દિવસ પૂર્વે બેલાના કારખાનામાં 800 મીટર કેબલ વાયર તેમજ સ્ટાર્ટર સહિતનો મુદ્દામાલ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જવાના બનાવમાં તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી બે રાજસ્થાની સહિત ચાર શખ્સોને ઝડપી લઇ ચોરીમાં ગયેલ વાયર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.6થી 7 માર્ચની વચ્ચે વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા મીનરલ્સ નામના ગળદા બેલાના પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાંથી અજાણ્યા તસ્કરો તાળા તોડી ક્વાટરમાં પ્રવેશી 6 એમ. એમ. પટ્ટી કેબલ વાયર આશરે 800 મીટર કિમત રૂપિયા 1,86,400, પાવર સ્પ્લાયના સ્ટાટર નંગ-8 કિમત રૂ.8000 મળી કુલ રૂ.1,94,400નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી તાલુકા પોલીસે આરોપી (1) વાસુદેવભાઇ રમેશભાઇ દેગામા, રહે. મકનસર,વાદી વિસ્તાર,મોરબી (2) મનજીભાઇ ઉર્ફે શક્તિભાઇ મંગાભાઇ થરેસા, રહે.મકનસર પોલીસ ચોકી પાછળ, મોરબી (3) કનૈયાલાલ મગનાલાલજી રેગર રહે. હાલ. સરતાનપર રોડ, તા.વાંકાનેર, મુળ ગામ બામણી, ભીલવાડા, રાજસ્થાન અને (4) ભેરૂલાલ માંગુલાલ ગુર્જર, રહે. ઢુંવા ચોકડી, રામદેવ હોટલ પાછળ, તા. વાંકાનેર, મુળ રહે. કુવારીયા, રાજસમંદ, રાજસ્થાન વાળાને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આરોપીઓના કબ્જામાંથી બાળી નાંખેલ તાંબાના વાયરના ગુંચળા વજન 54 કીલોગ્રામ કબ્જે કરવામાં આવ્યા હતા.આ સફળ કામગીરી ઇન્ચાર્જ તાલુકા પોલીસ ઈન્સપેકટર એચ.એ.જાડેજા, પીએસઆઇ એલ.એ.ભરગા, સર્વેલન્સ ટીમના એએસઆઈ રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, જીતેન્દ્રકુમાર અધારા, ચમનભાઈ ચાવડા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીચા તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિતનાએ કરી હતી.