મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. જેમાં લાલપર નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે યુવાનને ઝડપી લેવાયો હતો જ્યારે એ ડિવિઝન પોલીસે રહેણાંકમાંથી વિદેશી દારૂના ચપલા કબ્જે કર્યા હતા.જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર નજીક ઓનેસ્ટ હોટલ પાછળથી આરોપી પ્રકાશ કનુભાઈ ભોજક રહે.ઝૂલતા પુલ પાસે, ગોલાબજાર, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે નરસંગ ટેકરી પાસે મેઘાણીની વાડીમાં આરોપી અનિલ માવજીભાઈ ડાભીના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 180 મીલીની 7 બોટલ કિંમત રૂપિયા 1260 મળી આવી હતી.જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.