વાંકાનેર : વાંકાનેર શહેરમાં મિલ પ્લોટ વિસ્તારમાં પિતા પુત્ર વિદેશી દારૂ અને બિયરનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા ડબલ ચાલી વિસ્તારમાં આરોપી રાજેશભાઇ કાનજીભાઈ કોરડીયા ઉ.45 વિદેશી દારૂની 6 બોટલ તેમજ બિયરમાં દસ ટીન કિંમત રૂપિયા 8800 સાથે ઝડપાઇ ગયા હતા.આરોપીની પૂછતાછમાં તેમનો પુત્ર શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઇ કોરડીયા દારૂ બિયર લાવી આપતો હોવાનું અને પોતે વેચાણ કરતો હોવાનું કબુલતા હાજર નહિ મળી આવેલ શ્રવણને ફરાર દર્શાવી પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.