મોરબી યાર્ડમાં દૈનિક સરેરાશ 5000 મણ ઘઉં અને 3000 મણ જીરુની આવકસારા ઘઉંના સરેરાશ 420થી 525 સુધીના ખેડૂતોને ઉપજતા ભાવ : જીરું સરેરાશ 3200થી 4100 સુધીના ભાવમોરબી : કમોસમી વરસાદનું વિઘ્ન ન નડતા મોરબીના ખેડૂતો ખુશખુશાલ છે.શિયાળુ મોસમમાં ઓણસાલ ખેડૂતોએ શિયાળુ પાકનું ધૂમ વાવેતર કર્યું હતું.હાલ લણણીની મોસમ પુરબહારમાં છે ત્યારે યાર્ડમાં નવા ઘઉં, ચણા અને જીરું સહિતના શિયાળુ પાકની હોબેશ આવક ચાલુ છે. જેમાં દૈનિક 5000 મણ ઘઉં અને 3000 મણ જેટલા જીરાની આવક છે. સાથે જ અન્ય જણસીની પણ ધૂમ આવક વચ્ચે ખેડૂતોને શિયાળુ પાકના સારા ભાવ પણ મળી રહ્યા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી શિયાળુ પાકની ધૂમ આવક શરૂ થઈ છે. ઓણસાલ શિયાળુ સીઝનમાં ખેડૂતોએ ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના અલગ અલગ પાકનું વાવેતર કર્યું હતું.હાલમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા ખેડૂતો ઉનાળુ વાવેતર પૂર્ણ કરી શિયાળુ પાકના વેચાણ માટે યાર્ડમાં આવી રહ્યા છે.મોરબી યાર્ડમાં હાલમાં સૌથી વધુ ઘઉં અને જીરુની આવક નોંધાઇ રહી છે.યાર્ડમાં દૈનિક સરેરાશ 5000 મણ ઘઉં અને 3000 મણ જીરુની આવક છે.સાથે જ ચણા, રાય,રાયડો વગેરે જણસીઓની આવક પણ સપ્રમાણ હોવાનું યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં ઘઉંની આવક (કવીંટલમાં) અને ભાવ (પ્રતિ મણ)તારીખ ઘઉં ભાવ નીચા ભાવ ઉંચા 7 માર્ચ 250 રૂ.450 રૂ.5609 માર્ચ 1096 રૂ.410 રૂ.60010 માર્ચ 1006 રૂ.428 રૂ.46611 માર્ચ 691 રૂ.435 રૂ.52512 માર્ચ 1240 રૂ.435 રૂ.51113 માર્ચ 1155 રૂ.430 રૂ.53314 માર્ચ 1950 રૂ.435 રૂ.525મોરબી યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં જીરું નીઆવક (કવીંટલમાં) અને ભાવ (પ્રતિ મણ)તારીખ જીરું ભાવ નીચા ભાવ ઉંચા 7 માર્ચ 498 રૂ.3200 રૂ.41209 માર્ચ 730 રૂ.3250 રૂ.400010 માર્ચ 589 રૂ.3250રૂ.405211 માર્ચ 705 રૂ.3300રૂ.415012 માર્ચ 740 રૂ.3350રૂ.417013 માર્ચ 926 રૂ.3300રૂ.410014 માર્ચ 700 રૂ.3250રૂ.4150