મોરબી : મોરબીના એસ.પી. રોડ ખાતે ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં હિન્દુત્વની ભાવના જાગે તેવા મુખ્ય હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો.આ હિન્દુ મહાસંમેલનમાં પ્રાંસલાના આચાર્ય ધર્મબંધુજી મહારાજ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજ એકત્રિત થાય તે માટે આ કાર્યક્રમમાં એક સુંદર નાટ્ય કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિના લેખક જગદીશ છાયા છે, જ્યારે તેમાં અવાજ સાઈરામ દવેનો હતો. નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેના ડાયરેક્ટર મહેશભાઈ મકાસણા હતા. એસ.પી. રોડના યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#MorbiUpdate #Morbi #MorbiNews #HinduMahaSammelan #SPRoadMorbi