મોરબી : નીચી માંડલ સ્થિત સાસલ એનર્જી પ્રા.લી. ખાતે 15 માર્ચ ને રવિવારના રોજ એક ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુ પ્રેમસ્વામીના આશીર્વાદ અને લક્ષ્મણભાઈ બાવરવા તેમજ રમણીકભાઈ ભાલોડીયાની પ્રેરણાથી યોજાયેલા આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 130 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ.ગુ. પ્રેમસ્વામી, સ.ગુ. પી.પી.સ્વામી, દિવ્યપ્રકાશ સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામી સહિતના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ચેતનભાઇ બાવરવા, મનીષભાઈ ભાલોડીયા, દિલીપભાઈ કગથરા, મુકેશભાઈ બાવરવા અને સાસલ એનર્જી પ્રા.લી.ના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સ.ગુ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને સાસલ એનર્જીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #BloodDonationCamp #SasalEnergy #SanskarBloodBank #MorbiUpdate #NichiMandal #SocialService #BloodDonor #GujaratNews