મોરબી : હાલમાં દેશભરમાં ગેસ કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થતાં સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. સરકાર કહી રહી છે કે ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ સંગ્રહખોરીના કારણે ગેસની અછત વર્તાય તેવું બની શકે છે. ત્યારે રાંધણ ગેસના મર્યાદિત પુરવઠા વચ્ચે ઘરવપરાશના ગેસની બચત કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. થોડી સાવચેતી અને સ્માર્ટ રીતો અપનાવીને રસોડામાં ગેસનો બચાવ કરી શકાય છે. આ ઉપરાંત, હવે રાંધણ ગેસના વિકલ્પો અપનાવી શકાય છે.ગેસ બચાવવાની સરળ અને અસરકારક રીતોવાસણ ઢાંકીને રસોઈ કરો: રસોઈ બનાવતી વખતે વાસણને ઢાંકીને રાખો, જેથી વરાળ બહાર ન જાય અને રસોઈ ઝડપથી પાકી જાય. ખુલ્લા વાસણમાં રસોઈ કરવાથી ગેસનો વ્યય વધુ થાય છે.પ્રેશર કૂકરનો મહત્તમ ઉપયોગ: બને તેટલો પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. કૂકરમાં રસોઈ બનાવવાથી સમય અને ગેસ બંનેની મોટી બચત થાય છે.પલાળીને રસોઈ કરો: કઠોળ કે ચોખા રાંધતા પહેલા તેને થોડો સમય પાણીમાં પલાળી રાખવાથી તે ઝડપથી બફાઈ જાય છે, પરિણામે ગેસ બચે છે.જરૂર પૂરતા જ પાણીનો ઉપયોગ: રસોઈમાં જરૂર પૂરતા જ પાણીનો ઉપયોગ કરો. વધુ પાણી બાળવામાં વધારે ગેસ વપરાય છે.પૂર્વ તૈયારી: ગેસ ચાલુ કરતા પહેલા રસોઈ માટે જરૂરી બધી જ સામગ્રી (શાકભાજી, મસાલા વગેરે) કાપીને અને તૈયાર રાખો.સામાન્ય તાપમાન: ફ્રીજમાંથી કાઢેલી વસ્તુઓ સીધી ગેસ પર ગરમ કરવાને બદલે, તેને સામાન્ય તાપમાન પર આવ્યા બાદ જ ગરમ કરો.બર્નરની સફાઈ: ગેસ બર્નરને નિયમિત સાફ કરતા રહો. પીળી જ્યોત દેખાય તો સમજવું કે બર્નર સાફ કરવાની કે સર્વિસ કરાવવાની જરૂર છે.રાંધણ ગેસના અન્ય આધુનિક અને પરંપરાગત વિકલ્પોઇન્ડક્શન સ્ટોવ : વીજળીથી ચાલતું ઇન્ડક્શન અત્યારે ખૂબ લોકપ્રિય છે. તે ઝડપી અને સુરક્ષિત વિકલ્પ છે. તેમાં તાપમાન સેટ કરી શકાતું હોવાથી રસોઈ ઝડપથી બને છે.ઇલેક્ટ્રિક રાઈસ કૂકર/મલ્ટી કૂકર: ચોખા, ખીચડી કે બાફવાની વસ્તુઓ માટે આ એક શ્રેષ્ઠ અને સસ્તો ઇલેક્ટ્રિક વિકલ્પ છે.માઇક્રોવેવ ઓવન: ખોરાક ગરમ કરવા, બાફવા અને બેકિંગ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરવાથી ગેસ પરની નિર્ભરતા ઘણી ઘટી જાય છે.સૌર કૂકર : જે ઘરોમાં કે અગાસી પર સૂર્યપ્રકાશ સીધો આવતો હોય ત્યાં સૂર્યકૂકરનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તે સંપૂર્ણપણે વિનામૂલ્યે અને પર્યાવરણને અનુકૂળ રસોઈ પૂરી પાડે છે.આજના સમયમાં ઉર્જાની બચત એ જ ઉર્જાનું ઉત્પાદન છે. નાગરિકો જાગૃત બનીને ગેસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે હાલના સમયની માંગ છે.#Morbi #MorbiUpdate #GasCrisis #SaveGas #CookingTips #AlternativeEnergy #KitchenHacks #GujaratNews #Awareness