મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ શિશુ મંદિર સ્કૂલની બરાબર સામે જ ગટરનું ઢાંકણું તૂટી ગયેલી અને ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે. આસપાસ વાહનોની અવરજવર પણ વધુ રહે છે ત્યારે રસ્તાની સાઈડમાં જ આ રીતે ઊંડી ગટર ખુલ્લી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટો ખતરો ઉભો થયો છે.ખાસ કરીને આ ગટર સ્કૂલની સામે જ હોવાથી અનેક વિદ્યાર્થીઓ અહીંથી પસાર થતા હોય છે. ગટરનું ઢાંકણું વચ્ચેથી તૂટીને અંદર ખાબકેલું છે જેના કારણે નાના બાળકો અકસ્માતનો ભોગ બને કે કોઈ મોટી જાનહાનિ થાય તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક ધોરણે આ ખુલ્લી ગટર પર નવું ઢાંકણું નાખવામાં આવે અથવા યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાલીઓ દ્વારા માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #SanalaRoad #OpenDrainage #MorbiNews #CivicIssue #Gujarat