ઓનલાઈન અરજીની નવી જોગવાઈથી અભણ અને ગ્રામીણ લોકોને મુશ્કેલી : જન્મ મરણ વિભાગના ઓપરેટરોની અછતને કારણે પણ સર્જાઈ રહી છે મુશ્કેલી મોરબી : મોરબી શહેરમા નગર પાલિકા સમયથી જન્મ મરણના દાખલામાં લોકોને ભોગવવી પડતી હાડમારીનો મહાનગર પાલિકા બનવા છતાં ઉકેલ આવ્યો નથી. હાલમાં સર્વરના ધાંધિયા અને ઓપરેટરોની અછતને કારણે સવારથી કોર્પોરેશનની કચેરીએ આવતા અરજદારોને મોડી સાંજ સુધી કતારમાં ઉભા રહેવા છતાં દાખલા મળતા નથી દૈનિક 160થી 170 ટોકન આપવામાં આવ્યા બાદ 60થી 70 લોકોને દાખલા વગર જ પરત જવું પડી રહ્યું હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળવા છતાં જન્મ મરણના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીનો અંત આવ્યો નથી. અગાઉ પોર્ટલના નામે લોકોને હેરાનગતિ બાદ હાલમાં સીએસઆર પોર્ટલ શરૂ થવા છતાં પણ સર્વરના ધાંધિયાના કારણે લોકો સવારે 9.30 આસપાસ કોર્પોરેશનમાં કતારમાં ઉભા રહી ટોકન મેળવી લેવા છતાં મોડી સાંજ સુધી તેમને જન્મ કે મરણનો દાખલો મળતો નથી.એક એક દાખલા માટે અડધી કલાક જેટલો સમય વ્યતીત થતો હોય લોકો પણ કળાકુટથી ત્રાહિમામ પોકારી ગયા છે.બીજીતરફ સીઆરએસ પોર્ટલ અમલી બન્યા બાદ લોકોને ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી વિગતો આપી ફોર્મ ભરવું પડતું હોય અભણ અને ગ્રામીણ નાગરિકોને આવી ઓનલાઈન કામગીરી આવડતી ન હોવાથી હેરાન થઈ રહ્યા છે.સાથે જ કોર્પોરેશનમાં માત્ર બે જ ઓપરેટરોને જન્મની કામગીરી માટે રાખવામાં આવ્યા હોય દૈનિક 160થી 170 ટોકન આપવા છતાં ઓપરેટરોના અભાવે 60થી 70 લોકોને સાંજ સુધી રાહ જોયા બાદ પણ વારો ન આવતા ખાલી હાથે પરત જવું પડી રહ્યું છે.ઓપરેટરોને સેવા સેતુમાં મુક્યા છે, ક્લસ્ટર લેવલે દાખલા મળશે પછી લાઈનો નહિ થાય : મનપામોરબી મહનગર પાલિકામાં જન્મમરણના દાખલામાં લોકોને પડતી હાડમારી અંગે જન્મ મરણ વિભાગના ડો. રાહુલ કોટડીયાએ જણાવ્યું હતું કે, આગામી મહિના સુધીમાં ક્લસ્ટર લેવલે જ દાખલા મળતા થાય તે માટે પ્રયાસ ચાલુ છે.સાથે જ છ ઓપરેટરો પૈકી 2 ઓપરેટર હાજર છે જ્યારે બાકીના સેવાસેતુ અને અન્ય કામગીરીમાં મુકવામાં આવ્યા છે.જો કે, સર્વરનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં હોય તેનો ઉકેલ ન હોવાનું પણ તેમને સ્વીકાર્યું હતું.ઓનલાઈન દાખલાની કામગીરી માટે 200 રૂપિયા વસુલાય છેજન્મ મરણના દાખલામાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે વિગતો ભરવાની કામગીરી અભણ અને ટેકનોલોજી ન જાણતા લોકો માટે મુશ્કેલ છે ત્યારે મોરબી કોર્પોરેશન બહાર કેટલાક તત્વો નાગરિકો પાસેથી 200 - 200 રૂપિયા લઈ રીતસરની લૂંટ ચલાવી લોકોને લૂંટી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.