મોરબી : મિશન નવ ભારત (ગુજરાત)ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજ રોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ, મોરબીના રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા/મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના ધ્રુવભાઈ જારીયાને જૂનાગઢ, પોરબંદર અને કચ્છ-ભુજ વિસ્તારોના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને મોરબી જિલ્લા/મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોષીની નિમણૂક કરવામાં આવી છે.આગામી સમયમાં આ તમામ નવનિયુક્ત પ્રભારીઓ પોતાના ફાળવેલા વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની કામગીરી સંભાળશે.#Morbi #MorbiUpdate #MissionNewIndia #Gujarat #RambhaiJilariya #DhruvbhaiJariya #LocalNews #GujaratNews