વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે બાઈક નંબર જીજે - 36 - એચ - 6286 લઈને પસાર થતા આરોપી મનુભાઈ રમેશભાઈ બાવરવા રહે.નવાપરા વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 180 મીલી માપના 81 ચપલા કિંમત રૂપિયા 24,300 મળી આવતા પોલીસે 30 હજારના બાઈક સહિત કુલ રૂ.54,300નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.